Skip to main content
Settings Settings for Dark

નવી દિલ્હી ખાતે કેન્દ્રિય કેબિનેટમંત્રીઓની મિટિંગ યોજાઈ

Live TV

X
  • આજે નવી દિલ્હી ખાતે કેન્દ્રિય કેબિનેટમંત્રીઓની મિટિંગ યોજાઈ હતી. કેન્દ્રિય મંત્રી અરુણ જેટલીએ પત્રકારો સાથે વાતચીત કરી આ નિર્ણયો વિશેની જાણકારી આપી હતી

    આજે નવી દિલ્હી ખાતે કેન્દ્રિય કેબિનેટમંત્રીઓની મિટિંગ યોજાઈ હતી. કેન્દ્રિય મંત્રી અરુણ જેટલીએ પત્રકારો સાથે વાતચીત કરી આ નિર્ણયો વિશેની જાણકારી આપી હતી. આ બેઠકમાં નવી રાષ્ટ્રીય ડીઝીટલ કોમ્યુનીકેશન પોલીસીને મંજુરી આપવામાં આવી હતી. જેના અંતર્ગત પ્રત્યેક નાગરીકને 50 એમ.બી.પી.એસ.ની બ્રોડ બેંન્ડ કનેક્ટીવીટી, તથા 2022 સુંધી તમામ ગ્રામ પંચાયતોમાં 10 જીબીપીએસની કનેક્ટીવીટી આપવામાં આવશે. કેબિનેટમાં લેવાયેલા મહત્વના નિર્ણયોમાં એક મહત્વનો નિર્ણય એ હતો કે દેશના સુગરમિલો માટે 5538 કરોડના પેકેજને મંજૂરી આપી હતી. આ સાથે પટના એરપોર્ટ પર નવા ડોમેસ્ટિક ટર્મીનલને મંજૂરી આપવામાં આવી છે. જેનો આશરે ખર્ચ 1216.90 કરોડ રૂપિયા આવશે. સાથે જ પટનાના પાટલી પુત્ર અશોક અને ગુલમર્ગ હોટલને રાજ્યસરકારને પરત કરી દેવાશે. આ ઉપરાંત છત્તીસગઢમાં નવી રેલ્વેલાઈન માટે 5950 કરોડ રૂપિયાના જોઈન્ટ વેંચરને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ જીએસટીએનમાં 40 ટકા ગવરમેન્ટ અને 51 ટકા ફાઈનાન્સીયલ ઈન્સ્ટીટ્યુશનના શેરહોલ્ડીંગના સ્થાને તે હવેથી 100 ટકા ગવરમેન્ટ કંપની બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આધાર કાર્ડ પર સુપ્રિમ કોર્ટના નિર્ણયને અરૂણ જેટલીએ ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. અને સુપ્રિમ કોર્ટના નિર્ણને સ્વીકારીએ છીએ તેવું જણાવ્યુ હતુ. વધુમાં તેમણે જણાવ્યુ કે અત્યારે 122 કરોડ લોકો પાસે આધાર કાર્ડ છે. આ આધારકાર્ડ દ્વારા 90,000 કરોડની બચત થઈ છે, જે ઘણી સારી વાત છે. આ અંગે રવિશંકર પ્રસાદે જણાવ્યું કે ડેટા સર્વેક્ષણ કાનૂન મામલે ઝડપી કાર્યવાહી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply