જાહેરમાં આતશબાજી કરવા અંગે સુપ્રીમ કોર્ટે કરી માર્ગદર્શિકા જાહેર
Live TV
-
જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા આરોગ્યને નુક્સાન થતું હોવાથી , સુપ્રીમ કોર્ટ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તો સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે દરેક રાજ્ય સરકાર પ્રતિબદ્ધ રહેશે.
તહેવારોને લઈ જાહેરમાં આતશબાજી કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત અધિક મુખ્ય સચિવ-ગૃહ વિભાગની અધ્યક્ષતામાં વન અને પર્યાવરણ વિભાગ, શહેરી વિકાસ વિભાગ તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં સુપ્રીમના આદેશનો અમલ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્રને સુચના આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે બહાર પાડેલી માર્ગદર્શિક અનુસાર દિવાળી તથા અન્ય તહેવારો પર રાત્રીના 8થી 10 કલાક તો ક્રિસમસ અને નૂતન વર્ષે રાત્રે 11.55થી 12.30 સુધી ફટાકડા ફોડી શકાશે. જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા આરોગ્યને નુક્સાન થતું હોવાથી , સુપ્રીમ કોર્ટ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે દરેક રાજ્ય સરકાર પ્રતિબદ્ધ રહેશે. તો સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા જે ઓછુ ઉત્સર્જન ઉત્પન્ન કરે છે તેનાં ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવી છે. આ સિવાયનાં તમામ પ્રકારના ફટાકડાનાં ઉત્પાદન અને વેચાણ પર, સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ જ કરી શકશે. આ વેપારીઓએ સુપ્રીમ કોર્ટનાં તા.૨૩/૧૦/૨૦૧૮ના આદેશનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. તમામ ઇ-કોમર્સ વેબસાઇટ પર કોઈ પણ પ્રકારના ફટાકડાનું, ઓનલાઈન વેચાણ નહીં કરી શકાય.
