જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળ અને આતંકી વચ્ચેની અથડામણમાં 2 આતંકી ઠાર
Live TV
-
શોપિયામાં આતંકવાદીઓની ઘૂસણખોરીની જાણ થતાં જ સેના સતર્ક થઈ ગઈ હતી અને સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળ અને આતંકી વચ્ચે થયેલી અથડામણમાં 2 આતંકી ઠાર મરાયા છે. જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓની ઘૂસણખોરીની જાણ થતાં જ સેના સતર્ક થઈ ગઈ હતી અને સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકીઓ દ્વારા સેના પર અંધાધૂંધ ફાયરિંગ થયું હતું, જેનો જડબાતોડ જવાબ આપતા જવાનોએ પણ જવાબી ફાયરિંગ કર્યું હતું આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર મરાયા છે. આ વિસ્તારમાં હજુ પણ વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકાએ સેનાનું સઘન ઓપરેશન ચાલુ છે.
