Skip to main content
Settings Settings for Dark

જી-20 સમિટમાં નવી દિલ્લી ઘોષણાપત્ર પર બની સર્વસંમતિ, પ્રધાનમંત્રી મોદીએ કરી જાહેરાત

Live TV

X
  • ભારતની અધ્યક્ષતામાં જી-20 સમિટના પ્રથમ દિવસે નવી દિલ્લી ડેકલેરેશન પર સર્વસંમતિ સંધાઈ છે. પ્રધાનમંત્રી મોદીએ સંબોધન દરમિયાન કરી જાહેરાત

    દિલ્હીમાં ભારતની અધ્યતામાં 9 અને 10 સપ્ટેમ્બર એમ બે દિવસ જી20 શિખર સંમેલનનું આયોજન કરાયુ છે.  આ વૈશ્ચિક આયોજન દરમિયાન દુનિયાની અગ્રણી અર્થવ્યવસ્થાઓ દ્વારા ખાદ્ય સુરક્ષા, ઉર્જા સુરક્ષાથી લઇને સ્વચ્છ ઉર્જા સંક્રમણ અને જળવાયુ પરિવર્તન સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી શકે છે. 

    ભારતની અધ્યક્ષતામાં જી-20 સમિટના પ્રથમ દિવસે નવી દિલ્લી ડેકલેરેશન પર સર્વસંમતિ સંધાઈ છે. પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કરતા જણાવ્યુ કે,  એક સારા સમાચાર મળ્યા છે, અમારી ટીમની મહેનત અને બધાના સહયોગથી નવી દિલ્હી જી-20 નેતૃત્વની ઘોષણા પર સંમત થઈ છે. હું જાહેરાત કરવા માંગુ છું કે નવી દિલ્હી જી-20 લીડર્સ સમિટની જાહેરાત પર સર્વસંમતિ સધાઈ છે. હું જાહેર કરું છું કે આ ઘોષણા સ્વીકારવામાં આવી છે. હું તેની જાહેરાત કરું છું. આ પ્રસંગે, હું અમારા નેતાઓ, મંત્રીઓને અભિનંદન આપું છું, જેમણે આ માટે સખત મહેનત કરી અને તેને શક્ય બનાવ્યું.

    ભારત વિકાસશીલ દેશોની આશા અને આકાંક્ષાઓનું સમર્થન કરીને પોતાને એક વૈશ્વિક શક્તિના રૂપમાં સ્થાપિત કરીને ભારત જી20ની અધ્યક્ષતા કરી રહ્યું છે.આ દરમિયાન પ્રમુખ પ્રાથમિકતાઓમાં સતત વિકાસ લક્ષ્ય, જળવાયુ પરિવર્તનના વિનાશકારી પ્રભાવો વિરુદ્ધ કાર્યવાહીનો સમાવેશ થાય છે.  મહત્વનું છે કે જી-20 સંમેલનના પ્રથમ સત્રની થીમ વન અર્થ છે.  

    આ વૈશ્ચિક આયોજન દરમિયાન દુનિયાની અગ્રણી અર્થવ્યવસ્થાઓ દ્વારા ખાદ્ય સુરક્ષા, ઉર્જા સુરક્ષાથી લઇને સ્વચ્છ ઉર્જા સંક્રમણ અને જળવાયુ પરિવર્તન સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી શકે છે.ભારત વિકાસશીલ દેશોની આશા અને આકાંક્ષાઓનું સમર્થન કરીને પોતાને એક વૈશ્વિક શક્તિના રૂપમાં સ્થાપિત કરીને ભારત જી20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ દરમિયાન પ્રમુખ પ્રાથમિકતાઓમાં સતત વિકાસ લક્ષ્ય, જળવાયુ પરિવર્તનના વિનાશકારી પ્રભાવો વિરુદ્ધ કાર્યવાહીનો સમાવેશ થાય છે.  મહત્વનું છે કે જી-20 સંમેલનના પ્રથમ સત્રની થીમ વન અર્થ છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply