Skip to main content
Settings Settings for Dark

જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલાશ નહીં: પ્રધાનમંત્રીનો રાષ્ટ્રને નામ સંદેશ

Live TV

X
  • સમયની સાથે આર્થિક વ્યવહારોમાં ધીમે ધીમે ઝડપ આવી રહી છે. આપણા પૈકી મોટાભાગના લોકો જીવનને ગતિ આપવા દરરોજ ઘરની બહાર નીકળી રહ્યા છે. બજારોમાં પણ તહેવારની આ સિઝનમાં ફરી રોનક આવી રહી છે. પણ આપણે ભૂલવાનું નથી કે લોકડાઉન ભલે ગયું હોય પણ વાયરસ ગયો નથી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીને લઇને સાતમું સંબોધન કર્યુ.આ અગાઉ તેમણે 30 જૂને સંબોધન કર્યું હતું.

    મોદીએ જણાવ્યુ હતુ કે સમયની સાથે આર્થિક વ્યવહારોમાં ધીમે ધીમે ઝડપ આવી રહી છે. આપણા પૈકી મોટાભાગના લોકો જીવનને ગતિ આપવા દરરોજ ઘરની બહાર નીકળી રહ્યા છે. બજારોમાં પણ તહેવારની આ સિઝનમાં ફરી રોનક આવી રહી છે. પણ આપણે ભૂલવાનું નથી કે લોકડાઉન ભલે ગયું હોય પણ વાયરસ ગયો નથી. છેલ્લા આઠ મહિના બાદ જે સંભાળવી શકાય તેવી સ્થિતિમાં છીએ, તેને હવે આપણે બગડવા દેવાની નથી.

    દેશમાં મૃત્યુ દર ઓછો છે. ભારતમાં દસ લાખ પૈકી સાડા પાંચ હજાર લોકોને કોરોના થયો છે. જ્યારે અમેરિકા અને બ્રાઝીલમાં આ આંકડો 25 હજાર છે. ભારતમાં 10 લાખ દીઠ મૃત્યુ દર 83 છે. જ્યારે અમેરિકા, બ્રાઝીલ બ્રિટન જેવા દેશોમાં 600ને પાર છે. વિશ્વના સક્ષમ દેશોની તુલનામાં ભારત તેના વધુને વધુ નાગરિકોના જીવનને બચાવવા માટે સફળ થઈ રહ્યુ છે. દેશમાં 90 લાખથી વધારે બેડની સુવિધા ઉપલબ્ધ છે. 12 હજાર ક્વોરન્ટીન સેન્ટર છે. કોરોના ટેસ્ટિંગ પણ આશરે 2000 લેબ કામ કરે છે. ટેસ્ટની સંખ્યા ટૂંક સમયમાં 10 કરોડને પાર થઈ જશે. કોવિડ મહામારી સામે ટેસ્ટની વધતી સંખ્યા આપણા માટે મોટી શક્તિ રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
apply