કોરોના સામેની લડતમાં ભારતે પ્રાપ્ત કર્યું નવું સીમાચિહ્ન
Live TV
-
કોરોના સામેની લડતમાં ભારતે પ્રાપ્ત નવું સીમાચિહ્ન કર્યું.ગત ત્રણ મહિનામાં પહેલી વાર છેલ્લા 24 કલાકમાં 50 હજાર કરતા ઓછા કેસ નોંધાયા.રિકવરી રેટ 88.63 ટકા થયો.મૃત્યુ દર પણ ઓછો થયો.
કોરોના સામેના જંગમાં સરકારના ઉત્કૃષ્ટ કામગીરીને પગલે અસરકારક પરિણામો જોવા મળી રહ્યાં છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં 50 હજાર કરતા દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયાં છે.
દેશમાં કોરોના સામે સ્વસ્થ થતાં દર્દીઓનો રિકવરી દર વધીને 88.63 ટકા થયો છે, જ્યારે મૃત્યુ દર ઘટીને 1.52 ટકા થયો છે. જે વિશ્વમાં સૌથી ઓછા દર ધરાવતા દેશોમાં સામેલ છે. ભારતમાં સતત સક્રિય કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલ રિકવરી દરની વધતી સંખ્યાના કારણે મૃત્યુ દર પણ સતત ઘટી રહ્યો છે.ગુજરાતમાં પણ રાજ્ય સરકારના સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીમે-ધીમે ઘટી રહ્યું છે.