Skip to main content
Settings Settings for Dark

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ લંબાઈ

Live TV

X
  • રાંચી સ્થિત PMLA વિશેષ અદાલતે જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ન્યાયિક કસ્ટડી 14 દિવસ સુધી વધારી દીધી છે. એટલે કે 11 જુલાઈ સુધી તે રાંચીના હોટવાર સ્થિત બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં રહેશે.

    તેમને ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા  અને ત્યારબાદ તેમની જ્યુડિશિયલ કસ્ટડીનો સમયગાળો વધારવામાં આવ્યો હતો.

    આ જ જમીન કૌભાંડના કેસમાં જેલમાં રહેલા મહેસૂલ સબ-ઇન્સ્પેક્ટર ભાનુ પ્રતાપ અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા પાછળના મુખ્ય સૂત્રધાર મોહ. સદ્દામ, JMM નેતા અંતુ તિર્કી, રજિસ્ટ્રાર ઑફ એશ્યોરન્સ કર્મચારી તાપસ ઘોષ, સંજીત કુમાર અને અન્ય આરોપીઓ પણ ગુરુવારે કોર્ટમાં ઑનલાઇન હાજર થયા હતા અને તેમની કસ્ટડી પણ 14 દિવસ માટે લંબાવવામાં આવી હતી.

    તમને જણાવી દઈએ કે, EDએ રાંચીના બડાગૈન વિસ્તારમાં સાડા આઠ એકર જમીનની ગેરકાયદેસર ખરીદીના મામલામાં આઠ કલાકની પૂછપરછ બાદ 31 જાન્યુઆરીએ હેમંત સોરેનની ધરપકડ કરી હતી. ત્યારથી તે જેલમાં છે.

    આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હેમંત સોરેને આ મામલામાં ઝારખંડ હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેના પર 13 જૂને સુનાવણી પૂર્ણ કર્યા બાદ જસ્ટિસ રંગન મુખોપાધ્યાયની કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply