સંસદના બંને ગૃહમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનું અભિભાષણ
Live TV
-
દેશમાં 18મી લોકસભાનું ગઠન થયું છે અને નવા સત્રમાં આજે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોને સંબોધન કરીને નવનિર્વાચિત સાંસદોને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ અમૃતકાળમાં બનેલી 18મી લોકસભા ઐતિહાસિક હોવાનું પણ જણાવ્યું હતું.
તેમજ રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ તેમના સંબોધનમાં પેપર લીક, નવી ન્યાય સંહિતા , CAA , ઓલિમ્પિક જેવા ઘણા મુદ્દા આવરી લીધા હતા તેમજ હરિત યુગનો ઉલ્લેખ કરીને આગામી સરકારનો રોડમેપ પણ રજૂ કર્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે મજબૂત ભારત માટે આપણા દળોમાં આધુનિકતા જરૂરી છે. યુદ્ધની પરિસ્થિતિમાં શ્રેષ્ઠ બનવા માટે, દળોમાં સુધારાની પ્રક્રિયા સતત ચાલુ રાખવી જોઈએ. આ વિચારને ધ્યાનમાં રાખીને, મારી સરકારે છેલ્લા 10 વર્ષમાં ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે… છેલ્લા એક દાયકામાં, આપણી સંરક્ષણ નિકાસ 18 ગણી વધીને 21,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે મારી સરકાર વધુ એક નિર્ણય લેવા જઈ રહી છે. આયુષ્માન ભારત યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને મફત સારવારનો લાભ મળશે.
