Skip to main content
Settings Settings for Dark

ઝારખંડમાં હેમંત સોરેન ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવશે

Live TV

X
  • વિધાનસભા ચૂંટણીમાં જેએમએમના નેતૃત્વ વાળા ગઠબંધને 81માંથી 46 બેઠકો પર મેળવી છે જીત.

    ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ રાજ્યમાં સરકાર બનાવવાની કવાયત તેજ થઈ ગઈ છે. ઝારખંડ મુક્તિ મોરચાના હેમંત સોરેને રાંચીમાં વિધાનસભ્ય દળની બેઠક બોલાવી છે. આ બેઠકમાં હેમંત સોરેનને આજે JMM વિધાનસભ્યદળના નેતા તરીકે ચૂંટવામાં આવશે. વિધાનસભા ચૂંટણીમાં JMMના નેતૃત્વ હેઠળના ગઠબંધને 81 વિધાનસભા સીટો માંથી 46 સીટો પર જીત મેળવી છે. આપને જણાવી દઈએ કે, ઝારખંડમાં ઝારખંડ મુક્તિમોરચાને 30 સીટો પર જીત મળી છે. તો ભારતીય જનતા પાર્ટીને 25 સીટો મળી છે. JMM ગઠબંધનન સાથી કોંગ્રેસને 16 સીટો અને રાષ્ટ્રીય જનતા દળને 1 સીટ મળી છે. ઝારખંડ વિકાસ મોરચાને 3 અને આજસૂને 2, કમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાને 1 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને 1 અને અપક્ષને 2 સીટ મળી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply