Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેઇના જન્મદિને ભૂજલ યોજનાનો કરાવ્યો શુભારંભ

Live TV

X
  • લખનોમાં તૈયાર થયેલી 25 ફૂટની અટલજીની કાંસ્ય પ્રતિમાનું કરશે અનાવરણ.

    પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેઈના જન્મ દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અટલ ભૂજલ યોજનાનો શુભારંભ રીમોટથી કરાવ્યો હતો. આ અવસરે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રોહતાંગ ટનલ હવે અટલ ટનલ તરીકે ઓળખાશે. અટલ ભૂજલ યોજનાના આરંભ પ્રસંગે તેમણે કહ્યું હતું , કે જળ સંકટ ઉકેલવા પાંચ સ્તરે કામ કરવામાં આવશે. ખેડૂતો અંગે ટકોર કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું , કે ખેતરમાં છોડને પાણીની જરૂરિયાત હોય છે. 

    પરંતુ ખેડૂતને જ્યાં સુધી સમગ્ર ખેતર પાણીથી છલોછલ થતું નથી ત્યાં સુધી સંતોષ થતો નથી. આપણે તેમને માઇક્રો ઇરિગેશનની વધુ સમજ આપવાની જરૂરિયાત છે. આ યોજનાનો ઉદેશ , સાત રાજ્યોમાં પ્રાથમિકતાવાળા ક્ષેત્રોમાં , સામુદાયિક ભાગીદારી સાથે ભુજલ સંસાધન ની સતત જોગવાઈ કરવાનો છે. આ રાજ્યોમાં કર્ણાટક , ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્રનો સમાવેશ કરાયો છે. આ યોજના અમલી બનશે , ત્યારે આ રાજ્યોના 78 જિલ્લામાં , લગભગ 8 હજાર, 350 ગ્રામ પંચાયતને , લાભ મળવાની આશા છે.

    આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઈની જન્મ જયંતિ છે. સમગ્ર દેશમાં આજના દિવસના સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2014 થી શરૂ થયેલા સુશાસન દિવસનો ઉપદેશ સરકાર અને શાસનની જવાબદારી અંગે જાગૃરૂકતા ઊભી કરવાનો છે. આ અવસરે દેશભરમાં ઘણાં કાર્યક્રમો યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં પૂર્વ પ્રધાનમંત્રીને પુષ્પાજંલિ અર્પણ કરશે. સ્વતંત્રતા સેનાની પંડિત મદનમોહન માલવિયને પણ તેમની જયંતિ ઉપર આજે શ્રધ્ધાજંલિ અર્પણ કરાશે. આજના આ દિવસે લખનઉમાં તૈયાર થયેલી અટલ બિહારી વાજપેઇની 25 ફૂટની કાંસ્ય પ્રતિમાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનાવરણ કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply