વિશ્વભરની સાથેસાથે ભારતમાં પણ નાતાલની ઉજવણી
Live TV
-
ગુજરાતમાં પણ નાતાલની ઉજવણી.
દુનિયાભરમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે. તેના ઉપલક્ષમાં દેશના તમામ ચર્ચને રંગ બે રંગી રોશની થી શણગારવામાં આવ્યા છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુ ના સેન ફ્રાન્સીસ ઝેવીયર કેથેડલમાં મીડ-નાઇટ માસનું આયોજન કરાયું હતું. મુંબઇની સેન્ટ માઇકલ ચર્ચમાં રાત્રે મોટી સંખ્યામાં લોકો પહોચ્યા હતાં અહી લોકોએ પ્રભુ ઇસુના જન્મોત્સવ ગીત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ચેન્નાઇના સેન્ટપાલ ચર્ચમાં શ્રધ્ધાળુઓએ મીણબત્તી પ્રજવલ્લીત કરી હાથ જોડીને પ્રાર્થના કરી હતી.
ત્રિવેન્દ્રમના એસટી જોસેફ કેથેરલ ચર્ચમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ એકત્રીત થયા હતાં પ્રભુ ઇસુના જન્મની સ્મૃતિમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. કાનપુરના ચર્ચમાં શ્રધ્ધાળુઓએ પ્રભુ ઇસુનો જન્મ દિવસ ભવ્ય બનાવવા ચર્ચને વિશેષ શણગાર્યુ હતું. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ક્રિસમસના પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી. સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ કહયું કે ઇસામસી સચ્ચાઇ અને આશાનું પ્રતિક હતાં અને ઇસામસીએ માનવતાની તૃટી અને કમીની સાથે ગળે લગાવ્યા હતાં તેમણે શરત વગર પ્રેમ કર્યો હતો. તેમણે લોકોને આગ્રહ કર્યો કે અમે તેવા લોકો પ્રત્યે વધુ સહાનુભુતિ રાખીએ જેઓ આપણી તુલનામાં ઓછા ભાગ્યશાળી છે.
