ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક/ પેન્શન અદાલત
Live TV
-
ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), “સ્પીડ પોસ્ટ ભવન”, શાહીબાગ, અમદાવાદ – ૩૮૦૦૦૪ની કચેરી ખાતે તા. 28-10-2020ને બુધવારના રોજ સવારે 11:00 કલાકે ડાક અદાલત અને 15:00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
આ અદાલતમા નીતિ વિષયક મુદ્દા સિવાયની અમદાવાદ ક્ષેત્રને લગતી ટપાલ સેવાઓ અને પોસ્ટલ પેન્શનના અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.
ટપાલ સેવા સંબંધી ડાક અદાલતમાં રજુ કરવાની ફરિયાદો શ્રી વી. કે. દરજી, સહાયક નિદેશક ડાક સેવા (ફરિયાદ અને સ્થાપના), કંપ્લેઈન્ટ સેક્સન, પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ – ૩૮૦૦૦૪ અને પેન્શનને લગતી ફરિયાદો શ્રી ઓ. પી. મિશ્રા, લેખાધિકારી, લેખ અને પેન્શન સેક્શન, પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ – ૩૮૦૦૦૪ ને મોડામાં મોડી તારીખ 26-10-2020 (સોમવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ.
ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દોની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિં. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષયનો સમાવિષ્ટ ના હોવો જોઈએ.
