JEE-એડવાન્સ 2021ની પરીક્ષા માટે અપાઇ મંજૂરી, સંયુકત પ્રવેશ સમિતિએ કર્યો નિર્ણય
Live TV
-
કોવિડ-19 સંક્રમણના કારણે JEE જેવી પરીક્ષા ન આપી શકેલા વિદ્યાર્થીઓ હવે આગામી વર્ષે પરીક્ષા આપી શકશે. ભારતીય ટેકનોલોજી સંસ્થાનોની મળેલી સંયુક્ત બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોરોના સંક્રમિત હોવાના કારણે જે વિદ્યાર્થીઓ આ વર્ષે JEE એડવાન્સની પરીક્ષા નથી આપી શક્યાં.તેઓને આગામી વર્ષે પરીક્ષા આપવાની વધુ એક તક મળશે. આ ઉપરાંત JEE એડવાન્સ 2020ની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવેલા જે વિદ્યાર્થીઓ કોવિડ-19ના કારણે લગાવેલા કેટલાંક પ્રતિબંધોને કારણે પરીક્ષામાં ઉપસ્થિત રહી શક્યા ન હતાં. તેઓને પણ આગામી વર્ષે આ પરીક્ષામાં બેસવાની તક મળશે. બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે, આવા વિદ્યાર્થીઓને આગામી વર્ષે ફરીથી JEE મેઈન્સ ક્વોલીફાઈ નહીં કરવી પડે. આ ઉપરાંત રાષ્ટ્રીય પાત્રતા, સહ પ્રવેશ પરીક્ષા, NEET-2020 ની વિશેષ પરીક્ષાઓનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા તેવા ઉમેદાવારો માટે છે જેઓ કોવિડ-19 મહામારીના કારણે સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષામાં ઉપસ્થિત રહી શક્યા ન હતાં.
