ટપાલ સેવા તથા પેન્શનને લગતાં પ્રશ્નોના નિરાકરણ માટે ડાક પેન્શન અદાલત
Live TV
-
ટપાલ સેવા તથા પેન્શનને લગતાં પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, અમદાવાદ ખાતે 4 જાન્યુઆરી 2021 સોમવારના રોજ 11.00 કલાકે ડાક અદાલત અને 12.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલસેવાઓ અને પોસ્ટલ પેન્શનને લગતા મુદાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.ટપાલ સેવા સબંધી અદાલતમાં રજુ કરવાની ફરિયાદો આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ, કંપ્લેઇન્ટ સેક્સન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ અને પેન્શનને લગતી ફરિયાદો આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ, પેન્શન સેક્સન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદને મોડામાં મોડી તારીખ 28 ડિસેમ્બર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ અને મુદાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. પ્રવર્તમાન કોવિડ-19ની મહામારીને ધ્યાનમાં લેતા જો કોઈ નાગરિક,પેન્શનર વિડિયો કોન્ફરન્સ દ્વારા જોડાવા માંગતા હોય તો તેમણે તેમની ફરિયાદની વિગતો સાથે પોતાનો મોબાઈંલ નંબર અવશ્ય દર્શાવો કે જેથી તેમને VC માં જોડાવા માટેની જરૂરી લીંકની જાણ કરી શકાય.સદર ભાગ લેનાર વ્યક્તિ,પેન્શનર પોતાની પાસે ઈન્ટરનેટ કનેકશન સાથેનો સ્માર્ટફોન,લેપટોપ હેવું જરૂરી છે, અને તે બાબતે તે સુનિશ્ચિત કરશે.
