ટેક્સમાં ઘટાડો ઐતિહાસિક છે, પીએમ મોદીએ કર્યું ટ્વીટ
Live TV
-
પ્રધાનમંત્રીએ લખ્યુ છે કે કોર્પોરેટ ટેક્સમાં ઘડાટો એ ઐતિહાસિક છે.
નિર્મલા સીતારમણ દ્વારા કરાયેલા આ એલાન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને સરકારના આ નિર્ણયોને 5 ટ્રિલિયન ઈકોનોમી તરફ વધતુ પગલું ગણાવ્યુ છે. તેમણે લખ્યુ છે કે છેલ્લા કેટલાક દિવસોમાં સરકાર દ્વારા જે નિર્ણયો લેવાયા તે સાબિત કરે છે કે સરકાર ભારતમાં વેપાર કરવા માટે ઉત્તમ વાતાવરણ બનાવવા ઈચ્છે છે. સાથે જ ભારતની અર્થવ્યવસ્થાને 5 ટ્રીલિયન ડોલર સુધી લઈ જવા ઈચ્છે છે.
પ્રધાનમંત્રીએ લખ્યુ છે કે કોર્પોરેટ ટેક્સમાં ઘડાટો એ ઐતિહાસિક છે, જેનાથી મેક ઈન ઈન્ડિયાને બુસ્ટ મળશે અને દુનિયાભરના પાઈવેટ ઈન્વેસ્ટર ભારત તરફ આકર્ષાશે. પ્રધાનમંત્રીએ લખ્યુ કે આ નિર્ણયોથી130 કરોડ દેશવાસીઓ માટે નોકરીની નવી તકો ઉપલબ્ધ છે.
