Skip to main content
Settings Settings for Dark

ટેટર ફન્ડિંગ અંગે જમ્મુ-કાશ્મીરના પુલવામા અને શોપિયામાં NIAના દરોડા

Live TV

X
  • ટેટર ફન્ડિંગ અંગે જમ્મુ-કાશ્મીરના પુલવામા અને શોપિયા ખાતે રાષ્ટ્રીય તપાસ એજન્સીની ટીમ દરોડા પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાષ્ટ્રીય તપાસ એજન્સીએ બારામુલ્લા જિલ્લામાં દરોડા પાડ્યા હતા અને છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ અને કાશ્મીરની વિવિધ જગ્યાએ એનઆઈએ દરોડા પાડ્યા છે. આંતકવાદીઓને મળતી ટેરર ફન્ડિંગની કમર તોડવાની યોજનાને પગલે જમ્મુ અને કાશ્મીરની વિવિધ જગ્યાઓ પર એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. આંતકવાદી થતી ફન્ડિંગ રોકાવા માટે એનઆઈએ સતત પ્રયાસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એનઆઈએ સોમવારે જમ્મુ અને કાશ્મીરમાં છ જગ્યાએ દરોડા પાડ્યા છે અને અત્યારે તપાસ ચાલી રહી છે. NIAની ટીમો દરોડા પાડવા માટે શ્રીનગર, અનંતનાગ, કુપવાડા, શોપિયાં, રાજૌરી અને પૂંચ પહોંચી ગઈ છે. 

    હાલમાં, કોઈને કસ્ટડીમાં લેવામાં આવ્યાના સમાચાર નથી. જણાવી દઈએ કે આ પહેલા 2 મેના રોજ જમ્મુ-કાશ્મીરના છ જિલ્લાના, પીર પંજાલ ક્ષેત્ર, મધ્ય અને દક્ષિણ કાશ્મીરમાં 12 સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડા આતંકવાદી અને વિધ્વંસક પ્રવૃત્તિઓને અંજામ આપવા માટેના ગુનાહિત ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે વિદ્રોહી નેટવર્ક અને અન્ય બાબતો પર મોટી કાર્યવાહીનો એક ભાગ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply