ભુવેનેશ્વરમાં જી20ની ચાલી રહેલી કલ્ચર વર્કિંગ ગ્રૂપનો આજે બીજો દિવસ
Live TV
-
ભારતની જી20ની અધ્યક્ષતા અંતર્ગત આજથી ત્રીજા ઊર્જા રૂપાંતરણ કાર્યક્રમના સમૂહની મુંબઈમાં બેઠક શરૂ થઈ રહી છે. આ બેઠકમાં નવીન અને ઊભરતી ઊર્જા માટે નીચા ખર્ચ અંગે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. બેઠકનું આયોજન ભારતીય નવીનીકરણ ઊર્જા વિકાસ એજન્સી અને આંતરાષ્ટ્રીય નવીનીકરણ ઊર્જા એજન્સી કરી રહી છે. આ બેઠકમાં ઊભરતી ઉર્જા હાઈડ્રોજન, ઓફ્ફશોર, વિન્ડ અને એનર્જી સ્ટોરેજનાં નીચા ખર્ચ અંગે વિચારણા કરવામાં આવશે. તો ભુવેનેશ્વરમાં જી20ની ચાલી રહેલી કલ્ચર વર્કિંગ ગ્રૂપનો આજે બીજો દિવસ છે. 17 મે સુધી થનારી આ બેઠકમાં સભ્ય દેશોની સાથે આઠ મહેમાન દેશો પણ સમાવેલ છે. બેઠકના પ્રથમ દિવસે તમામ દેશોના પ્રતિનિધિઓને પુરાના નિલાદરી દરિયા કિનારે લઈ જવામાં આવ્યા હતાં. જ્યારે તમામે સેન્ટ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકની કાલકૃતિ જોઈ હતી. ચાર દિવસ સુધી ચાલનારી જી20ની કલ્ચર વર્કિંગ ગ્રૂપની બેઠકમાં ચાર સત્ર હશે. જેમાં સંસ્કૃતિ સાથે જોડાયેલી કેટલીક જગ્યા બતાવવામાં આવશે જેમાં કોણાર્ક સુર્યમંદીર મોખરે છે.
