ટ્રેન સાથે સ્કુલ વાન અથડાતા 13 બાળકોના મોત
Live TV
-
ડિવાઈન મિશન સ્કૂલની વાન 18 બાળકોને લઈને જઈ રહી હતી.
ઉત્તરપ્રદેશના કુશીનગરમાં દુદહી રેલવે ક્રોસિંગ પર એક સ્કૂલ વાન ટ્રેનની અડફેટે આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં 13 બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડિવાઈન મિશન સ્કૂલની વાન 18 બાળકોને લઈને જઈ રહી હતી. તે દરમિયાન માનવરહિત ક્રોસિંગ પર આ દુર્ઘટના સર્જાઈ હતી.
તો આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મૃતક બાળકોના પરિવારજનોને રૂપિયા બે-બે લાખની સહાયની જાહેરાત કરી છે. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.
