Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદીએ યોજનાઓની પ્રગતિ સમીક્ષા બેઠક યોજી

Live TV

X
  • રેલ, માર્ગ, પેટ્રોલિયમ, ઉર્જા, કોલસા, શહેરી વિકાસ તેમજ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણને લગતી 10 પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રગતિ પ્લેટફોર્મ અંતર્ગત તમામ પરિયોજનાઓની સમીક્ષા કરી હતી. દર મહિને વિવિધ યોજનાઓની પ્રગતિની સમીક્ષા અંગે યોજાતી આ 25મી બેઠકમાં પ્રધાનમંત્રીએ પૂર્વ સૈન્યકર્મીઓના કલ્યાણ સંબધિત ફરિયાદો અને તેના સમાધાનમાં થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. તો આ સાથે જ રેલ, માર્ગ, પેટ્રોલિયમ, ઉર્જા, કોલસા, શહેરી વિકાસ તેમજ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણને લગતી 10 પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી. પ્રધાનમંત્રીએ કૃષિસિંચાઈ યોજનાની કાર્યશીલતાની પ્રગતિની પણ સમીક્ષા કરી  હતી. આ પ્રસંગે પીએમે જણાવ્યું કે પ્રગતિ પ્લેટફોર્મના કારણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના પરસ્પર સહયોગ અને સમન્વયમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું કે પ્રગતિ પહેલ સરકારની સંગઠનાત્મક સંરચના માટે એક મહત્વપૂર્ણ સકારાત્મક શક્તિ છે. અટકી પડેલી પરિયોજનાઓની સમીક્ષા ઉપરાંત આ મંચે અનેક યોજનાઓને ઉત્તમ બનાવવામાં પણ સહાય પ્રદાન કરી છે. પ્રગતિની 25 બેઠકોમાં અત્યાર સુધી કુલ 10 લાખ કરોડના રોકાણવાળી 227 પરિયોજનાઓની સમીક્ષા થઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply