Skip to main content
Settings Settings for Dark

ડીડી ઉત્તરપ્રદેશ ચેનલમાં આજથી ભોજપુરી ટેલિકાસ્ટનો થશે પ્રારંભ

Live TV

X
  • દૂરદર્શન આજથી ભોજપુરી ભાષામાં કાર્યક્રમ શરૂ કરી રહ્યું છે. ભોજપુરી ભાષા પૂર્વી ઉત્તરપ્રદેશ અને પશ્ચિમી બિહાર વિસ્તારમાં બોલાય છે. ભોજપુરી સિવાય આ કાર્યક્રમોમાં સ્થાનિક પરંપરા, કળા અને સાહિત્યને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. આ વિસ્તારનાં લોકોની ભોજપુરી ભાષામાં કાર્યક્રમ શરૂ કરવાની માંગ પૂર્ણ થતા તેઓ ખૂબ જ ઉત્સાહિત છે. 
    કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ભોજપુરી ભાષામાં એક વીડિયો ટ્વીટ કર્યો હતો. તેઓએ ભોજપુરી ભાષામાં સંદેશ મોકલીને જણાવ્યું હતું કે, દૂરદર્શન ઉત્તરપ્રદેશ ઉપર રવિવારથી રોજ દિવસે 11 થી 11:30 કલાકે તેમજ રાત્રે 8 થી 8:30 કલાક સુધી ભોજપુરી ભાષામાં કાર્યક્રમોનું પ્રસારણ થશે. તેમણે સૌને આ પ્રસંગે શુભકામનાઓ પણ પાઠવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply