તણાવમુક્ત પરીક્ષા માટે વડાપ્રધાન મોદી સાથે ચર્ચા
Live TV
-
16 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદીને પૂછો સવાલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા પર ચર્ચા વિષય પર દેશભરમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવા જઈ રહ્યા છે..આ કાર્યક્રમ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે..પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી આગામી ૧૬ ફેબ્રુઆરીના રોજ દેશની હજારો શાળાના લાખો વિદ્યાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી "પરીક્ષા પર ચર્ચા" વિષય અતર્ગત કરશે વાર્તાલાપ તથા પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા માટેના આપશે સૂચનો. થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલા પુસ્તક એક્ઝામ વોરિયર્સનું વિમોચન થયુ હતુ..જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાનો તેમજ શાળાની પરીક્ષાઓ અને જીવનની પરીક્ષાની દરેક મુશ્કેલ ક્ષણનો સામનો કરવા માટે તેમને પૂરી રીતે તૈયાર કરવાનો છે.