પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજનાની લાભાર્થી મહિલાઓ સાથે કરી મુલાકાત
Live TV
-
સરકારે વર્તમાન બજેટમાં ઉજ્જવલા યોજના માટે 48 અબજ રૂપિયાની વધારાની ફાળવણી કરી છે..જેનો લક્ષ્યાંક 5 કરોડથી વધારી 8 કરોડ પરિવાર સુધી લાભ પહોચાડવાનો છે..
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 1 મે 2016થી લઇ અત્યાર સુધીમાં, દેશની 3 કરોડ 40 લાખ મહિલાને ફાયદો થયો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા મહિલા લાભાર્થીઓએ , ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ તેઓ સાથે તમામ પ્રકારના ભેદભાવ ખત્મ કરવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. તેમણે ગામમાં સાફ સફાઇ રાખવા મહિલાઓને પ્રોત્સાહીત કર્યા અને કહ્યું કે તેનાથી ગામના વાતાવરણમાં સુધારો થશે. આ રીતે ઉજ્જવલા યોજનાથી પરિવારનું સ્વાસ્થ્ય સુધરશે. મહિલા લાભાર્થીઓએ રસોઇ ગેસથી કઇ રીતે તેમના જીવનમાં સુધારો થયો છે તેઓએ તેમના અનુભવ કહ્યાં હતાં.