Skip to main content
Settings Settings for Dark

તમીલનાડુ : મુંડાન્થુરાઇ વાઘ અભરાણ્યમાં વાર્ષિક વન્યજીવ વસ્તી ગણતરી આજથી શરૂ

Live TV

X
  • તમીલનાડુના મુંડાન્થુરાઇ વાઘ અભ્યારણમાં વાર્ષિક વન્યજીવ વસ્તી ગણતરી આજથી શરૂ થઇ છે. કુલ ૬૦ હજાર હેકટરમાં આવેલા આ અભ્યારણમાં આ ર૭મી તારીખ સુધી બે તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરાશે. વન સંરક્ષક ઓમકાર કોમ્મુના જણાવ્યા અનુસાર મોજણીના પહેલા ભાગમાં વાઘ, શિયાળ વગેરે માસાહારી પશુઓની ગણતરી હાથ ધરાશે. જયારે બીજા તબક્કામાં હાથી, હરણ વગેરે જેવા તૃણાહારી પશુઓની વસ્તી ગણતરી કરાશે. વન સંરક્ષકે વસ્તી ગણતરી આ સમયગાળા દરમિયાન અભ્યારણની મુલાકાત મૌકુફ રાખવાની પર્યટકોને વિનંતી કરી છે. તેમણે ઉમેર્યુ હતું કે, દેશની અમુલ્ય વન્યજીવ સંપદાના રક્ષણમાં આ વસ્તી ગણતરી ખુબ મહત્વુનું સાધન બની રહે છે. તેથી તેમાં કોઇ ખલેલ ન પડે તો તે અસરકારક રીતે હાથ ધરી શકાય છે. વન્ય જીવોની આ વસ્તી ગણતરી માટે વન અધિકારી, વન્યજીવ નિષ્ણાંતો અને કોલેજના વિદ્યાર્થીઓ સહિત 300 થી વધુ લોકો સેવા આપી રહયાં છે.

     

    #WildlifeCensus #KalakadMundanthuraiTigerReserve #MundanthuraiTigerReserve

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply