નવી દિલ્હી ખાતે કેન્દ્રિય મંત્રીમંડળની બેઠક યોજાઇ, જેમાં લેવામાં આવ્યાં મહત્વપૂર્ણ નિર્ણયો
Live TV
-
નવી દિલ્હી ખાતે કેન્દ્રિય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી. જેમાં કેબિનેટે કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં હતા.
પૂર્વોત્તર રાજ્યો અને દેશના પાટનગરમાં બનનારી નવી છ એનઆઇટીના નવનિર્માણ માટે ૪૩૭૧ કરોડ કરતાં વધુ નાણાની ફાળવણી કરવાની મંજૂરી આપવામાં આવી છે. ૨૦૦૯માં આ છ એનઆઇટીને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તેમને યોગ્ય નાણાની ફાળવણી થતી ન હતી. આ ઉપરાંત કેન્દ્ર શાસિત દિવ દમણ અને દાદરાગનર હેવલીના પાટનગર તરીકે દમણને રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઓબીસી કમિશનની મુદત વધુ છ મહિના માટે લંબાવવાનો કેન્દ્રિય મંત્રીમંડળે નિર્ણય કર્યો હતો જેને કારણે પંચ દ્વારા યોગ્ય અને ઓબીસીને ન્યાય મળે તેવા સૂચનો કરવાનો પૂરતો સમય મળી રહે. આ ઉપરાંત કેટલાંક સમયથી બંધ હાલતમાં પડેલી હિન્દુસ્તાન ફ્લોરો કાર્બન કંપનીને બંધ કરીને તેના કર્મચારીઓને વીઆરએસ લેવાનો નિર્યણ કરાયો હતો. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે વધુ વિગતો આપતાં કહ્યું હતુંકે સીએએ અંગે મુસ્લિમોને પણ નાગરિકતા આપવામાં આવી રહી છે. તેમણે અદનાન સામીનને અપાયેલી નાગરિકતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
