આજે બેટી બચાવો–બેટી ભણાવો યોજનાની પાંચમી વર્ષગાંઠ, ર૦૧પમાં હરિયાણાથી થયો હતો પ્રારંભ
Live TV
-
દેશમાં પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓના ઘટી રહેલા પ્રમાણની સમસ્યા હલ કરવા કેન્દ્ર સરકારે 'બેટી બચાવો – બેટી ભણાવો' યોજના અમલમાં મુકી છે. આ યોજનાનો હેતુ ગર્ભસ્થ બાળકીના રક્ષણ અને જતન તેમજ બાળકીઓનું ગર્ભપાત અટકાવવા જેવા જાતીગત ભેદભાવો દુર કરવાનો છે.આ યોજના દ્વારા સંકલિત અને સઘન પ્રયાસોથી કન્યા કેળવણીને સુનિશ્ચિત પણ કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ર૦૧પમાં આજના દિવસે હરિયાણાના પાણીપતમાં યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સમાજના ભલા માટે છોકરા-છોકરીઓના પ્રમાણની વધી રહેલી અસમતુલા ઘટાડવાની તત્કાલ જરૂર છે. આ યોજના અમલમાં મુકાયા પછી દેશમાં એક હજાર છોકરાઓની સામે છોકરીઓનું પ્રમાણ ૯ર૩ વધીને ૯૩૧ થયું છે.
