Skip to main content
Settings Settings for Dark

સીબીઆઈએ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન અને તેના સાથિયો વિરુદ્ધ 4 નવા કેસ દાખલ કર્યા

Live TV

X
  • સીબીઆઈએ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન અને તેના સાથીઓ વિરુદ્ધ 4 નવા કેસ નોંધ્યા છે. છોટા રાજન અને તેના સાથીઓ પર હત્યા, ખૂનનો પ્રયાસ, ગેરવસૂલીકરણ અને ગુનાહિત કાવતરા કરવા હેઠળ ગુનો દાખલ કરાયો છે. આ ચાર કેસને મહારાષ્ટ્ર પોલીસ સંભાળી રહી હતી જેને હવે સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. છોટા રાજનની 25 ઓક્ટોબર 2015 ના રોજ ઇન્ડોનેશિયા માંથી  ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.

    સીબીઆઈએ ઓક્ટોબર 2019 માં રાજન સામે પાંચ નવા કેસ પોતાના હાથમાં લીધા હતા. સપ્ટેમ્બર 2019 માં સીબીઆઈએ રાજન, ભારત નેપાળી અને તેના નજીકના સહયોગીઓ વિરુદ્ધ હત્યા, ગેરવસૂલી, અપહરણ અને અન્ય લોકોમાં ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં 12 નવા કેસ નોંધ્યા હતા. આ કેસો એ 71 કેસોનો ભાગ છે જે મુંબઈ પોલીસથી સીબીઆઈમાં ટ્રાન્સફર કરાયા હતા.

    ઓગસ્ટ 2019 માં, મુંબઈની એક અદાલતે 2012 માં હોટેલના વ્યવસાયમાં સંકળાયેલા બી.આર શેટ્ટીની હત્યાના પ્રયાસના આરોપમાં ગેંગસ્ટર છોટા રાજન અને અન્ય પાંચ લોકોને આઠ વર્ષની સજા સંભળાવી હતી. આ કેસમાં સજા પામેલ છ લોકો પર કોર્ટે પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. તેમની સામે મહારાષ્ટ્ર ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ કંટ્રોલ એક્ટ (એમકોસીએ), ભારતીય દંડ સંહિતા (આઈપીસી), કલમ 307 (ખૂનનો પ્રયાસ), 120 બી (ગુનાહિત કાવતરું) અને આર્મ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા.

     

    #CBI #ChhotaRajanCase 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply