ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા આગ્રામાં CAAના સમર્થનમાં રેલીને સંબોધશે
Live TV
-
ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે આગ્રામાં નાગરિક્તા સંશોધન કાયદાના સમર્થનમાં આયોજિત રેલીને સંબોધન કરશે. CAAના સમર્થનમાં ભાજપનું જનજાગરણ અભિયાન જોરદાર રીતે ચાલી રહ્યું છે. પાર્ટીના તમામ નેતાઓ સતત જનતા વચ્ચે જઈને લોકોને કાયદાની જાણકારી આપી રહ્યા છે. આ અગાઉ ગઈકાલે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે ભાજપે ચૂંટણીમાં નાગરિક્તા સંશોધન કાયદાનું વચન આપ્યું હતું. એટલે કાયદો લાવ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતિ, ધર્મ અંગે નથી વિચારતા, પરંતુ તે ન્યાય, માનવતા અંગે વિચારે છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાનપુરમાં રેલી કરી હતી. તેમણે રેલીને સંબોધતા જણાવ્યું કે, CAA આપવાનું કામ કરે છે. નહીં કે લેવાનું. તેમણે વિપક્ષ પર આ મુદ્દે રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો. છત્તીસગઢના ચાંપામાં CAAના સમર્થનમાં તિરંગા સાથે રેલી યોજાઈ હતી. ભાજપના કાર્યકર્તાઓએ CAAના સમર્થનમાં પોસ્ટકાર્ડ અભિયાન ચલાવ્યું હતું...
