Skip to main content
Settings Settings for Dark

તહેવારોની સિઝનમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેએ માર્ગદર્શિકા જાહેર કરી

Live TV

X
  • કોઈ પણ પ્રકારની ભૂલથી કોરોના વાયરસના ફેલાવાનું જોખમ રહેલું છે. જેમાં મુસાફરો માટે રેલવે દ્વારા આપવામાં આવતી સુવિધાઓનો સમાવેશ હોઈ શકે છે. રેલવેમાં મુસાફરી કરી રહેલ કોઈપણ વ્યક્તિની સલામતીને જોખમમાં મૂકે તેવી કોઈપણ પ્રકારની ભૂલ અથવા નિયમોની અવગણના માટે રેલવે એક્ટ 1989ની કલમ 145, 53 અને 154 હેઠળ દંડ અથવા કેદની જોગવાઈ છે.

    રેલવે પ્રોટેક્શન ફોર્સે તહેવારોની સીઝન નજીક આવતા મુસાફરો માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે. સામાન્ય લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ જ્યારે રેલવે સ્ટેશનો, ટ્રેનો અથવા રેલવેના અન્ય વિસ્તારોમાં હોય ત્યારે નીચેની પ્રવૃત્તિઓ ટાળે

    (૧) માસ્ક ન પહેરવુંનથી અથવા અયોગ્ય રીતે પહેરવું.

    (૨) યોગ્ય અંતર ન રાખવું.

    (૩) કોવિડ સકારાત્મક જાહેર થયા છતાં રેલવે સ્ટેશન અથવા તેના વિસ્તારમાં પ્રવેશ કરવો અને ટ્રેનમાં ચઢવું

    (૪) કોરોના વાયરસના પરીક્ષણ પછી રિપોર્ટ આવે તે પહેલાં રેલવે સ્ટેશન અથવા તેના વિસ્તારમાં દાખલ થવું અને ટ્રેનમાં ચઢવું

    (૫) રેલવે સ્ટેશન પર હેલ્થ ચેક ટીમ દ્વારા મુસાફરી કરવાની મંજૂરી ન હોવા છતાં ટ્રેનમાં ચઢવું.

    (૬) જાહેર સ્થાને ઇરાદાપૂર્વક થૂંકવું અથવા પેશાબ કરવો અથવા સંડાસા કરવું.

    (૭) એવી પ્રવૃત્તિઓ કે જે રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં ગંદકી ફેલાવે છે અથવા જાહેર આરોગ્ય અને સલામતીને અસર કરી શકે છે.

    (૮) કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે રેલવે વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી કોઈપણ માર્ગદર્શિકાનું પાલન ન કરવું.

    (૯) એવી કોઈપણ પ્રવૃત્તિ અથવા ભૂલ કે જે કોરોના વાયરસ ફેલાવવામાં મદદ કરે તેવી હોય.

    કારણ કે આ પ્રવૃત્તિઓ અથવા ભૂલથી કોરોના વાયરસના ફેલાવા માટે મદદ મળે છે અને રેલવે વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી મુસાફરોની સુવિધાઓને જોખમ ઉભું થઈ શકે છે, ત્યાં હાજર રહેલી વ્યક્તિની સલામતીને જોખમમાં મૂકે એવી કોઈપણ ભૂલો અથવા નિયમોની અવગણના માટે રેલ્વે એક્ટ 1989 ની કલમ 145, 153 અને 154 હેઠળ કેદ અથવા દંડની જોગવાઈ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply