પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટક અને મહારાષ્ટ્રના સીએમ સાથે પૂરની પરિસ્થિતિ અંગે વાતચીત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદીયુરપ્પા સાથે કર્ણાટકના વિવિધ ભાગોમાં વરસાદ અને પૂરની પરિસ્થિતિ અંગે વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે "મુખ્યમંત્રી બી એસ યેદીયુરપ્પાજી સાથે કર્ણાટકના વિવિધ ભાગોમાં વરસાદ અને પૂરની પરિસ્થિતિ અંગે વાત કરી. આપણે પૂરથી પ્રભાવિત કર્ણાટકના આપણા બહેનો અને ભાઇઓ સાથે છીએ. બચાવ અને રાહત કાર્યોમાં કેન્દ્ર તરફથી તમામ શક્ય સહયોગની ખાતરી આપી છે."
ઉદ્ધવ ઠાકરે સાથે પણ પૂર અને વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે વાતચીત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરે સાથે રાજ્યના કેટલાક ભાગોમાં પૂર અને ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેજી સાથે રાજ્યના કેટલાક ભાગોમાં પૂર અને ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે વાત કરી હતી. મારી સંવેદના અને પ્રાર્થનાઓ તે અસરગ્રસ્ત બહેનો અને ભાઈઓ સાથે છે. ચાલી રહેલા બચાવ અને રાહત કાર્યમાં કેન્દ્રના સમર્થન અંગે ફરીવાર બાહેધરી આપી છે.”
