તેલંગાણાએ લોકડાઉન અવધિ 7 મે સુધી લંબાવી
Live TV
-
રાજ્યમાં નાઇટ કર્ફ્યુ અને અન્ય તમામ પ્રતિબંધો 7 મે સુધી ચાલુ રહેશે.
તેલંગાણા સરકારે તા. 7 મી મે સુધી લોકડાઉન લંબાવાનો નિર્ણય લીધો છે. રાજ્ય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના સૂચન મુજબ કોઈપણ ક્ષેત્રને કોઈ પણ છૂટ નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે કહ્યું કે રાજ્યમાં નાઇટ કર્ફ્યુ અને અન્ય તમામ પ્રતિબંધો 7 મે સુધી ચાલુ રહેશે.
સીએમએ હવાઈ મુસાફરોને તા .7 મે સુધી તેલંગાણા ન આવવાનું કહ્યું હતું કારણ કે લોકડાઉન ચાલુ રહેશે. તેમણે વધુમાં લોકોને રમઝાન મહિના સહિતની ધાર્મિક પ્રવૃત્તિઓ માટે એકઠા ન થવા અપીલ કરી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ દરમ્યાન તમામ આવશ્યક સેવાઓ ઉપલબ્ધ થશે. દરમિયાન ગઈકાલે વધુ 18 લોકોનું પરીક્ષણ પોઝિટિવ આવ્યું હતું, રાજ્યમાં કુલ COVID -19 કેસ 858 નોંધાયા છે. COVID -19 ના કારણે વધુ 3 મોત થતાં મૃત્યુઆંક 21 થયો.
