ઈતિહાસમાં અમેરિકી કાચા તેલની વાયદા બજારમાં કિંમત પહેલીવાર શૂન્યથી નીચે પહોંચી
Live TV
-
વૈશ્વિક તેલ બજારોમાં મચ્યો ખળભળાટ, અમેરિકી તેલના બેન્ચમાર્ક WTIમાં કિંમત માઈનસ 37.63 ડોલર પ્રતિ બેરલ થઈ...
કોરોના વાઈરસની મહામારી વચ્ચે અમેરિકામાં ક્રૂડ ઓઈલનું સંકટ વધુ ઘેરું બન્યું છે. ઈતિહાસમાં અમેરિકી કાચા તેલની વાયદા બજારમાં કિંમત પહેલીવાર શૂન્યથી પણ નીચે પહોંચી - અમેરિકી તેલના બેન્ચમાર્ક WTIમાં કિંમત માઈનસ 37.63 ડોલર પ્રતિ બેરલ થઈ. છે. તો આ તરફ સોમવારે ક્રૂડ 99 ટકા ઘટીને પ્રતિ બેરલ -37.63 ડૉલરની નીચે નોંધાયું હતું. અમેરિકી ઇતિહાસનો આ સૌથી મોટો ઘટાડો છે. 1999 પછી ક્રૂડ આ સ્તરે પહોંચ્યું છે. અમેરિકી ક્રૂડ તૂટીને 15 ડોલરની સપાટી અંદર 1 ડોલર ક્વોટ થઇ રહ્યું છે. જે બે દાયકા એટલે કે સરેરાશ 20 વર્ષની નીચી સપાટી પર પહોંચ્યું છે. ક્રૂડ વપરાશ કર્તા દેશોની માગ નીચી કિંમતોના કારણે ડબલ્યુટીઆઇના બદલે બ્રેન્ટ ક્રૂડ તરફ વળી છે કેમકે ગુણવત્તાની દ્રષ્ટિએ બ્રેન્ટ સારું છે તેમજ નિકાસકાર દેશો પણ ડિસ્કાઉન્ટની ઓફર મુકી રહ્યાં છે જેના કારણે અમેરિકી ક્રૂડની માગ સાવ તળિયે પહોંચી છે જેના કારણે ભાવ ઝડપી ઘટી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ ઘટી 27 ડોલર આસપાસ ક્વોટ થતું હતું. હજું એકાદ મહિનો ક્રૂડમાં ફંડામેન્ટલ મંદી તરફી જણાય છે. મે માસમાં ઉત્પાદન કાપ અને ડિમાન્ડ પર બજારની રૂખ નિર્ભર રહેશે.
