તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે રેવંત રેડ્ડીએ શપથ લીધા
Live TV
-
તેલંગાણા કોંગ્રેસના અધ્યક્ષ રેવંત રેડ્ડીએ આજે હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં એક ભવ્ય સમારોહમાં નવા રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રેવંત રેડ્ડી પછી શપથ લેનારા 12 મંત્રીઓ છેઃ ઉત્તમ કુમાર રેડ્ડી, શ્રીધર બાબુ, પોનમ પ્રભાકર, દાના અનસૂયા, તુમ્માલા નાગેશ્વર રાવ, કોમાતિરેડ્ડી વેંકટ રેડ્ડી, દામોદર રાજનરસિમ્હા, પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી, કોંડા સુરેખા અને જુપલ્લી કૃષ્ણ રાવ. કોંગ્રેસ પાર્ટીએ મલ્લુ ભાટી વિક્રમાર્કાને રેવંત રેડ્ડીના ડેપ્યુટી તરીકે નિયુક્ત કર્યા.
રેવન્ત રેડ્ડીએ તેલંગાણાના કદાવર નેતા, ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના નેતા કે. ચંદ્રશેખર રાવનો સામનો કર્યો હતો. 2014 માં તેલંગાણાની રચના થઈ ત્યારથી પ્રથમ વખત કોંગ્રેસને સત્તામાં લાવવામાં સફળતા મેળવી છે.
કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના અધ્યક્ષા સોનિયા ગાંધી, નેતા રાહુલ અને પ્રિયંકા ગાંધી રેવંત રેડ્ડીના ભવ્ય શપથ સમારોહમાં હાજરી આપી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ અને તેલંગાણાના કોંગ્રેસના પ્રભારી માણિકરાવ ઠાકરેએ આજે સમારોહમાં હાજરી આપી હતી.
નવા મુખ્યમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશીયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી
