Skip to main content
Settings Settings for Dark

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કોલંબો સુરક્ષા કોન્ક્લેવમાં ભાગ લેવા મોરેશિયસ પહોંચ્યા

Live TV

X
  • ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ 6ઠ્ઠી NSA સ્તરની બેઠક - કોલંબો સુરક્ષા કોન્ક્લેવમાં ભાગ લેવા ગઈકાલે મોરેશિયસ પહોંચ્યા હતા. આ કોન્ક્લેવમાં ભારત, શ્રીલંકા, મોરેશિયસ અને માલદીવ સામેલ છે.

    તેનો હેતુ સહકારના મુખ્ય ક્ષેત્રો તરીકે દરિયાઈ સુરક્ષા, આતંકવાદ વિરોધી, સાયબર સુરક્ષા અને તસ્કરી વિરોધી અને માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

    માલદીવે જુલાઈ 2023માં સાતમી ઉપ-રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સ્તરની વર્ચ્યુઅલ કોલંબો સુરક્ષા કોન્ક્લેવનું આયોજન કર્યું હતું.

    બાંગ્લાદેશ અને સેશેલ્સે તેમાં નિરીક્ષક તરીકે ભાગ લીધો હતો. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ભારતના ડેપ્યુટી NSA વિક્રમ મિસરીએ કર્યું હતું જ્યારે માલદીવના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ આશનાથ નૂશીન વાહિદે કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply