Skip to main content
Settings Settings for Dark

તેલંગાણામાં વાયુ સેનાનું ટ્રેની વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા બે પાયલટના મોત

Live TV

X
  • તેલંગાણામાં વાયુ સેનાનું ટ્રેની વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા બે પાયલટના મોત થયા છે.

    તેલંગાણામાં વાયુ સેનાનું ટ્રેની વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા બે પાયલટના મોત થયા છે. હૈદરાબાદથી વિમાને ઉડાન ભરી હતી. દુર્ઘટના બાદ વિમાનમાં આગ ફાટી નીકળી અને સ્થળ પર જ બંને પાયલોટનું મોત નીપજ્યું હતું. દુર્ઘટના પાછળનું કારણ જાણવા વાયુસેનાએ કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ આપ્યા છે. 

    નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોશિયલ મીડિયા પર શોક પત્ર લખ્યો છે કે; તેમને હૈદરાબાદમાં ભારતીય વાયુસેનાના ટ્રેઇની એરક્રાફ્ટના ક્રેશને કારણે બંને પાયલોટના મૃત્યુના દુઃખદ સમાચાર મળ્યા છે. આ માત્ર તેમના પરિવાર માટે વ્યક્તિગત નુકશાન નથી પરંતુ સમગ્ર દેશ માટે શોકનું કારણ છે. ભગવાન બંને પુત્રોને તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમના શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply