ચક્રવાત મિચોંગ આજે દરિયાકિનારે ત્રાટકશે, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં એલર્ટ
Live TV
-
ચક્રવાત મિચોંગ બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે.
ચક્રવાત મિચોંગ બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આ ચક્રવાત બપોર સુધીમાં દક્ષિણ આંધ્ર પ્રદેશ અને ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. આ ચક્રવાત 5 ડિસેમ્બરે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.
ચક્રવાતની અસરને કારણે આજે દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે અને કેટલીયે જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો અને યાનમમાં આજે અને મંગળવારે અતિ ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. આંધ્રપ્રદેશ સરકાર ચક્રવાતને કારણે પાકને થતા નુકસાનને ઘટાડવા માટે તમામ સંભવિત પગલાં લઈ રહી છે. તમિલનાડુના ચેન્નાઈ, ચેંગલપેટ અને તિરુવલ્લુર જિલ્લામાં આગામી બે દિવસ માટે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
તમિલનાડુના કુડ્ડલોર, કાલાકુરિચી અને તિરુપત્તુર જિલ્લાઓમાં અને પુડુચેરીમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમિલનાડુ સરકારે આવતીકાલે ચેન્નઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુમાં તમામ સરકારી કચેરીઓ, બેન્કો અને નાણાકીય સંસ્થાઓ માટે જાહેર રજા જાહેર કરી છે. જો કે, આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
