તેલંગાણામાં 119 વિધાનસભા બેઠક પર મતદાન, સત્તારૂઢ બીઆરએસ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂટણી જંગ
Live TV
-
તેલંગાણામાં ચૂંટણી સમયે સુરક્ષા માટે પાડોશી રાજ્યના 23 હજારથી વધુ હોમગાર્ડ અને 45 હજાર પોલીસકર્મીઓને પણ તહેનાત કરવામાં આવ્યાં છે.
તેલંગાણામાં વિધાનસભાની 119 સીટો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. જ્યારે વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત 13 ક્ષેત્રોમાં સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. રાજ્યમાં કુલ 2 હજાર 290 ઉમેદવારો ચૂંટણી જંગમા છે. રાજ્યમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે પોલીસદળની 50 કંપનીઓ અને કેન્દ્રીય પોલીસદળની 375 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. આ સિવાય પાડોશી રાજ્યના 23 હજારથી વધુ હોમગાર્ડ અને 45 હજાર પોલીસકર્મીઓને પણ તહેનાત કરવામાં આવ્યાં છે. કેન્દ્રીય દળોને 12 હજારથી વધુ સંવેદનશીલ મતદાન મથકો પર તહેનાત કરવામાં આવ્યાં છે. તેલંગાણામાં 35 હજારથી વધુ પોલિંગ બૂથ ઉભા કરવામાં આવ્યા છે. રાજ્યમાં નવા મતદારો અને મહિલા મતદારોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
