મણિપુરના યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા
Live TV
-
મણિપુરના સૌથી જૂના સશસ્ત્ર જૂથ યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ-UNLF એ આજે નવી દિલ્હીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ શાંતિ કરાર છ દાયકા લાંબી સશસ્ત્ર ચળવળનો અંત દર્શાવે છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે, જૂથ હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે સંમત છે. તેમણે કહ્યું હતું કે,ઉત્તર-પૂર્વમાં સ્થાયી શાંતિ સ્થાપિત કરવાના સરકારના પ્રયાસોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમનું લોકતાંત્રિક પ્રક્રિયામાં સ્વાગત કર્યું અને શાંતિ અને પ્રગતિના માર્ગ પર તેમની સફર માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના સર્વસમાવેશક વિકાસના વિઝનને સાકાર કરવા અને ઉત્તર-પૂર્વ ભારતમાં યુવાનોને વધુ સારું ભવિષ્ય પ્રદાન કરવાની દિશામાં આ એક ઐતિહાસિક સિદ્ધિ છે.
