સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુણવત્તાયુક્ત સંરક્ષણ ઉપકરણો અને ઉત્પાદનોના ઉત્પાદન પર ભાર મૂક્યો
Live TV
-
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ક્વોલિટી કોન્ક્લેવમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવા માટે સંરક્ષણ સાધનોની ગુણવત્તા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, જો ઉત્પાદનોની ગુણવત્તા સારી નહીં હોય તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની માંગ નહીં રહે જેના કારણે નિકાસ લક્ષ્યાંકો પ્રાપ્ત થઈ શકશે નહીં.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુણવત્તાયુક્ત સંરક્ષણ ઉપકરણો અને ઉત્પાદનોના ઉત્પાદન પર ભાર મુકતા કહ્યું હતું કે, કૌશલ્ય અને કાર્યબળમાં સુધારો કરવા અને મૂડી રોકાણ આકર્ષવા માટે પ્રયત્નો કરવા જોઈએ.
સંરક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને વિકાસ માટે ગુણવત્તાયુક્ત સંસ્કૃતિનો વિકાસ જરૂરી છે. માત્ર ગુણવત્તાયુક્ત ઉત્પાદનો જ ભારતને વૈશ્વિક ઉત્પાદન હબ અને સંરક્ષણ નિકાસકાર બનાવવાના પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવામાં મદદ કરશે.