Skip to main content
Settings Settings for Dark

તેલંગાણા અને છત્તીસગઢ સરહદે સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણમાં 10 નક્સલવાદી ઠાર

Live TV

X
  • તેલંગાણા અને છત્તીસગઢ સરહદે જંગલમાં સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે સર્જાયેલી અથડામણમાં 10 નક્સલવાદી ઠાર થયા છે. અત્યારસુધીમાં 4 મહિલા માઓવાદી સહિત 6 નક્સલવાદીના મૃતદેહો મળી આવ્યા છે. 
    કિસ્તારામ પોલીસ મથકના જંગલ વિસ્તારમાં પોલીસ અને સીઆરપીએફની સામે નક્સલવાદીઓએ વચ્ચે આ અથડામણ સર્જાઇ હતી. તેલંગાણા અને છત્તીસગઢ પોલીસ તેમ જ સીઆરપીએફના સંયુક્ત અભિયાનમાં સુરક્ષા દળોને આ સફળતા મળી છે. સર્ચ ઓપરેશન હજી ચાલી રહ્યું છે. છત્તીસગઢ, આંધ્ર અને તેલંગાણા એમ તમામ પાડશી રાજ્યો દ્વારા ઓપરેશન 'પ્રહાર' ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત જ સુરક્ષા દળોને આ સફળતા મળી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply