તેલુગુ દેશમ્ પાર્ટીએ કેન્દ્રમાં સત્તાસ્થાને રહેલ NDAથી છેડો તોડયો
Live TV
-
આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ્ પાર્ટીએ કેન્દ્રમાં સત્તાસ્થાને રહેલા નેશનલ ડેમોક્રેટીક અલાઇન્સ થી છેડો ફાડી દીધો છે. પાર્ટીના નેતા /વાય એસ ચોધરીએ /નવી દિલ્હી ખાતે જણાવ્યું હતું કે ટીડીપીએ મોર્ચામાં ટકી રહેવા માટે શ્રેષ્ઠત્તમ પ્રયાસો કર્યા હતાં પરંતુ હાલની કેન્દ્ર સરકાર /આંધ્રપ્રદેશના લોકોની લાગણીને અવગણી રહી છે. એટલે પક્ષપ્રમુખ એન.ચંદ્રાબાબુ નાયડુએ /એનડીએનો સાથ છોડવાનો નિર્ણય કરવો પડ્યો છે. એ અનુસંધાનમાં ટીડીપીના સાંસદ ટી. નરસિમ્હન દ્વારા/ લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની અરજી કરવામાં આવી હતી. જોકે અવિશ્વાસ પ્રસ્તાવ માટે જરુરી કાયદેસરની જરુરિયાતો પૂર્ણ ન થવાને લીધે /સ્પીકર દ્વારા પરવાનગી મળી નહતી. જેના પરિણામે ગૃહમાં હોબાળો મચી ગયો હતો. અધ્યક્ષે સોમવાર સુધી ગૃહની બેઠક મુલત્વી રાખી હતી. બીજી તરફ, ભાજપાના પ્રવક્તા જી.વી.એલ.નરસિમ્હા રાવે જણાવ્યું હતું કે આ રીતે સરકારનો સાથ છોડવા પાછળ ટીડીપીની કેન્દ્ર સરકારને અસ્થિર કરવાની મેલીમુરાદ છે. જોકે ટીડીપી દ્વારા લેવાયેલું આ પગલું /આંધ્રપ્રદેશમાં ભાજપાને પોતાનો જનમત વિસ્તારવાની આ સમયસરની તક છે.