પ્રધાનમંત્રી મોદીએ મણિપુરમાં 750 કરોડની ચાર પરિયોજનાનો કર્યો શિલાન્યાસ
Live TV
-
પ્રધાનમંત્રીએ મણિપુરમાં 750 કરોડ રૂપિયાન ખર્ચની ચાર પરિયોજનાઓની આધારશિલા રાખી. સમગ્ર વિકારને ધ્યાનમાં રાખતા એક રાષ્ટ્રીય ખેલ વિશ્વવિદ્યાલય, અધ્યાપકો, ડોક્ટરો અને નર્સો માટે 19 આવાસિય પરિષર, એક હજાર આંગણવાડી કેન્દ્રની આધારશિલા રાખી.

આ સાથે પ્રધાનમંત્રીએ લવાંગપોકપા મલ્ટી સ્પોર્ટસ કોમ્પલેક્ક્ષ, રાની ગૌદિનલિયૂ પાર્કનું ઉદ્ધાટન કર્યું. આ પ્રસંગે ભારતીય મહિલા બોક્સર મેરી કોમ ખાસ ઉપસ્થિત રહી હતી.
પ્રધાનમંત્રીએ આ અવસરે એક પ્રદર્શનનું અવલોકન કર્યું જેમાં ઉત્તર પૂર્વની અલગ અલગ કલાઓ હતી. અહીં તેમણે હસ્તશિલ્પ સહિત હસ્તકલાના ઉત્પાદન જોયા. પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધિત કરતા તમામ પરિયોજનાને વિકાસ માટે મહત્વની ગણાવી. આ સાથે તેમણે કહ્યું કે તેના માધ્મયથી યુવાઓ અને ખાસકરીને મહિલાઓના વિકાસ માટે સંસાધન સરળતાથી ઉપ્લબ્ધ થશે.
તેમણે ઉત્તર પૂર્વમાં વધતા સંપર્કના સાધનોનો ઉલ્લેખ કર્યો. આ સાથે તેમણે કહ્યું કે, ઉત્તર પૂર્વમાં માતૃશક્તિનો પ્રભાવ રહ્યો છે, તેવામાં મણિપુરની મહિલાઓ દેશ માટે પ્રેરણાસ્ત્રોત છે.
પ્રધાનમંત્રીએ ઉત્તર પૂર્વના વિકાસમાં ભાગીદારી સુનિશ્ચિત કરવાની વાત કરી. તેમણે કહ્યું કે, આખો દેશ ત્યારે વિકાસ કરશે જ્યારે આ વિસ્તારમાં સમગ્ર વિકાસ થશે.