ત્રણ દિવસના ભારત પ્રવાસે પહોંચ્યા કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ સામોઈ રૂટો
Live TV
-
ત્રણ દિવસના ભારત પ્રવાસે પહોંચ્યા કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ સામોઈ રૂટો
ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ સમોઆ રૂટોનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરાયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રૂટોનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ ભવન ખાતે કેન્યાના રાષ્ટ્રપતિ રૂટોએ કહ્યું કે, ભારત અને કેન્યા વચ્ચે ખૂબ ગાઢ સંબંધો છે. મને આશા છે કે, આગળ પણ આ સંબંધો વધુ મજબૂત થશે. અમે ડિજિટલાઈઝેશન, ટેકનોલોજી, સ્પેસ સહિત ઘણાં મુદ્દા પર સાથે કામ કરીશું. રૂટોએ આજે રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજે રૂટો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંવાદ કરશે. તેઓ સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે. રાષ્ટ્રપતિ રૂટોની આ પ્રથમ ભારત મુલાકાત છે.
કેન્યાના રાષ્ટ્રપતિ વેપાર અને રોકાણ કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થવાની આશા છે.
