આંધ્રપ્રદેશના નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે આજે ટકરાઈ શકે છે ચક્રવાત 'મિચૌંગ'
Live TV
-
આંધ્રપ્રદેશના નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે આજે ટકરાઈ શકે છે ચક્રવાત 'મિચૌંગ'
ચક્રવાત મિચોંગ ગંભીર તોફાનમાં પરિવર્તિત થવાના કારણે આંધ્રપ્રદેશ અને તમિલનાડુના કેટલાયે વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આજે બપોર સુધીમાં ચક્રવાત મિચોંગ બાપતલામાં દક્ષિણ આંધ્ર કિનારો પાર કરવાની શક્યતા છે. આ દરમિયાન 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
આજે ઉત્તર તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની સંભાવના છે. તેલંગાણાના મોટા ભાગના સ્થળોએ ભારે વરસાદ પણ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ઓડિશાના આંતરિક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સંભવિત જોખમના કારણે આંધ્ર પ્રદેશ સરકારે આજે તમામ શાળાઓને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સાથે ફોન પર વાર્તાલાપ કરી ચક્રવાતની માહિતી મેળવી અને કેન્દ્ર સરકારથી શક્ય તેટલી મદદ કરવાનું આશ્વાસન આપ્યું.
