સંસદના શિયાળું સત્રના બીજા દિવસે જમ્મુ કાશ્મીર સાથે સંકળાયેલા બે મહત્વપૂર્ણ વિધેયક કરાશે રજૂ
Live TV
-
સંસદના શિયાળું સત્રના બીજા દિવસે જમ્મુ કાશ્મીર સાથે સંકળાયેલા બે મહત્વપૂર્ણ વિધેયક કરાશે રજૂ
સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે એટલે કે આજે લોકસભામાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ અને કાશ્મીર આરક્ષણ સંશોધન બિલ-2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ-2023ને ચર્ચા અને પસાર કરવા માટે મુકશે. આ સુધારા બિલો દ્વારા જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં અનુસૂચિત જનજાતિ માટે અનામત લાગુ કરવામાં આવશે. સાથે જ વિસ્થાપિત કાશ્મીરી સમુદાયમાંથી 2 સભ્યો અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી વિસ્થાપિત 1 સભ્યની ઉપરાજ્યપાલ દ્વારા નિમણૂક કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. જ્યારે રાજ્યસભામાં પ્રશ્નકાળ બાદ બપોરે 12 વાગ્યે દેશની આર્થિક સ્થિતિ પર ટૂંકા ગાળાની ચર્ચા થશે.
