ત્રણ વિમાનવાહક યુદ્ધ જહાજો નેવીમાં સામેલ થશે
Live TV
-
બુધવારે નૌસેના દિવસ છે..ત્યારે નૌસેના દિવસ પહેલા નૌસેના પ્રમુખે કહ્યું કે નૌસેના કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે સક્ષમ છે...ત્રણ વિમાનવાહક યુદ્ધજહાજ બેડામાં સામેલ કરવાની દીર્ઘકાલીન પર નૌસેના તેજીથી કામ કરી રહી છે..
દર વર્ષે ભારતમાં ચોથી ડિસેમ્બરને નેવી ડે તરીકે ઉજવવામાં આવે છે..વર્ષ 1971માં થયેલા ઓપરેશન ટ્રાઈડેન્ટ અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેનાની જીતના જશ્નના રૂપમાં મનાવવામાં આવે છે..આ ઐતિહાસિક દિવસની યાદમાં નૌસેનાએ એક ટીઝર જાહેર કર્યું છે..નૌસેનાએ આજે વિશાખાપટ્ટનમાં નૌસેના દિવસની સંચાલનના રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું..જેમાં વિશાળ સમુદ્રી સીમાઓ અને દેશના હિતોની રક્ષામાં ભારતીય નૌસેનાની બહુ આયામી યુદ્ધ ક્ષમતાઓની પ્રમુખતાથી પ્રદર્શન કરવામાં આવે છે..
નૌસેના પ્રમુખ એડમિરલ કરમવીર સિંહે કહ્યું કે નૌસેના 41 જહાજ ખરીદી રહી છે અને તેમની દીર્ઘકાળીન યોજના છે કે નૌસેના પાસે ત્રણ વિમાનવાહક યુદ્ધ જહાજ હોય..તેમણે કહ્યું કે સ્વદેશમાં બનેલા પ્રથમ વિમાનવાહક જહાજનું પરિચાલન 2022 સુધી સંપૂર્ણ રીતે શરૂ થઈ જશે..પાડોશી દેશોથી મળી રહેલા પડકારો વચ્ચે તેમણે કહ્યું કે કોઈ અનય દેશની નૌસેના ગતિવિધિઓની આપણા પર કોઈ અસર ન પડવી જોઈએ..અને આશ્વાસન આપતા કહ્યું કે નૌસેના રાષ્ટ્રીય સુરક્ષાના પડકારોને પહોંચી વળવા સંપૂર્ણ રીતે તૈયાર છે..
