ત્રિપલ તલાક બિલ લોકસભામાં પસાર: બિલના સમર્થનમાં 303, વિરોધમાં 82 મત પડ્યા
Live TV
-
લોકસભામાં મુસ્લિમ મહિલા અધિકાર સંરક્ષણ વિધેયક 2019 પસાર કરવામાં આવ્યું છે. બિલના સમર્થનમાં 303 મત અને વિરોધમાં 82 મત પડ્યા હતા..લોકસભાનો કાર્યકાળ 7 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આંતર રાજ્ય નદી જળ પ્રવાસ સંશોધન વિધેયક, ત્રણ તલાક અને રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ રજૂ કરવામાં આવ્યા. લોકસભામાં આજે કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે ત્રણ તલાક વિધેયક રજૂ કરતા જણાવ્યું હતું કે ,જાન્યુઆરી 2017થી અત્યાર સુધી ત્રણ તલાકનાં 574 મામલા સામે આવ્યા છે. સંવિધાન માટે દરેક દીકરીઓ એક સમાન છે. 20થી વધુ દેશોમાં ત્રણ તલાક પર રોક છે, તો ભારત માં કેમ નહી ? ત્રણ તલાકથી જોડાયેલા વિધેયકમાં કેટલાય નવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યા છે. જે અંતર્ગત આ વિધેયકમાં અચાનક ત્રણ તલાક આપવા અપરાધ ગણાશે. અને સાથે દોષિતને 3 વર્ષની જેલની સજા કરવા સાથે દંડનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે. પીડિત પક્ષે FIR દાખલ કરવાની રહેશે. પોલીસ આરોપીને જામીન નહીં આપી શકે. ફક્ત મેજીસ્ટ્રેટને જ પીડિતાનો પક્ષ સાંભળીને જમાનત આપવાનો અધિકાર અપાયો છે. અંતિમ નિર્ણય આવ્યા સુધી બાળક મા પાસે રહેશે. અને આરોપીએ બાળકનું પણ ભરણ પોષણ આપવું પડશે. જો કે સમાધાન બાદ પતિ-પત્ની વચ્ચે પોતાના લગ્ન ને જાળવી રાખવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે.
