Skip to main content
Settings Settings for Dark

ત્રીજા તબક્કાના મતદાન પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાર્ટીના ઉમેદવારોને પત્ર લખ્યા

Live TV

X
  • ત્રીજા તબક્કાના મતદાન પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાર્ટીના ઉમેદવારોને પત્ર લખ્યા

    18મી લોકસભાની રચના માટે ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ થશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલાં ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાર્ટીના ઉમેદવારોને પત્ર લખ્યો છે. 

    પત્રોથી ઉમેદવારોને વિજય આશીર્વાદ આપવાનો પ્રયાસ
    પીએમ મોદીએ અમિત શાહ, શિવરાજ સિંહ ચૌહાણ સહિત ઘણા ઉમેદવારોને પત્ર લખ્યા છે. પીએમ મોદીએ પત્ર લખી ભાજપના ઉમેદવારોને જીત માટે આશીર્વાદ આપવાનો પ્રયાસ કર્યો હતો. 

    7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન 
    નોંધનીય છે કે દેશની 543 લોકસભા સીટો માટે 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. 4 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે બપોર સુધીમાં પરિણામ પણ જાહેર થશે. હાલમાં સાત તબક્કાની લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થયા છે. 

    12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 95 બેઠકો

    ત્રીજા તબક્કાનું મતદાન દેશનાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 95 સીટો પર 7 મેના રોજ થશે.  ત્રીજા તબક્કામાં જે બેઠકો પર મતદાન થશે તેમાં આસામની ચાર, બિહારની 5, છત્તીસગઢની 7, ગોવામાં તમામ બે, ગુજરાતમાં તમામ 26, કર્ણાટકની 14, મધ્યપ્રદેશની 8 બેઠકોનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળની ચાર બેઠકો, દાદરા અને નગર હવેલી અને દમણ દીવની તમામ બે બેઠકો અને જમ્મુ અને કાશ્મીરની એક-એક બેઠક પર મતદાન થશે. 

    આ સિવાય ચૂંટણી પંચે મધ્યપ્રદેશની બેતુલ લોકસભા સીટ પર ત્રીજા તબક્કાનું મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં આ સીટ પર ચૂંટણી લડી રહેલા એક ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત થયું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply