ત્રીજા તબક્કાની જાહેરાત કૃષિ પર કેન્દ્રીત: કૃષિ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી
Live TV
-
આત્મનિર્ભર ભારત યોજના હેઠળ કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમને આજે ત્રીજા તબક્કાની જાહેરાત કરી હતી..જેમાં ખેતી અને ખેતી સંબંધિત 11 મુદ્દાઓને લઇને મહત્વની જાહેરાત કરવામાં આવી હતી...આજની જાહેરાત ખેતી અને ખેતી સંબંધિત ગતિવિધિઓ પર કેન્દ્રીત હતી..
1. કૃષિ માટે 1 લાખ કરોડ :
સરકારે ખેડૂતો અને ખેત પેદાશો સાથે જોડાયેલી તમામ ગતિવિધિઓ માટે 1 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી. જેમાં એગ્રિગેટર્સ, FPO, પ્રાઈમરી એગ્રીકલ્ચરલ સોસાયટી વગેરે માટે ફાર્મ ગેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે આપવામાં આવશે. જેમ કે કોલ્ડ સ્ટોરેજ અને મૂલ્ય સંવર્ધન...આ પેકેજથી કૃષિમાં ઉદ્યમને બળ મળશે...
2. માઈક્રો ફૂડ એન્ટરપ્રાઇઝિસ માટે 10000 કરોડ :
સરકારે માઇક્રો ફૂડ એન્ટરપ્રાઇઝ માટે 10 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે...જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકલથી ગ્લોબલ સૂત્રને ચરિતાર્થ કરી શકાય..સરકારના આ ફંડથી વેલનેસ, હર્બલ, ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવનાર 2 લાખ માઈક્રો ફૂડ એન્ટરપ્રાઈઝને ફાયદો થશે...જે તે રાજ્યના જાણીતા અને વધુ પ્રમાણમાં બનાવવામાં આવતા ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન માટે, ગુણવત્તા માટે અને એક્સપોર્ટ માટે અને ટેક્નોલોજી સહાય આપવા માટે મદદરૂપ થશે...એટલે કે બિહારમાં મખાના ઉત્પાદ, કાશ્મીરમાં કેસર, કર્ણાટકમાં રાગી ઉત્પાદન, નોર્થ ઈસ્ટમાં ઓર્ગેનિક ફૂડ, તેલંગાણામાં હળદરને ગ્લોબલ પ્રોડક્ટ્સ બનાવી શકશે.. આ ઉપરાંત ઉદ્યમી ખેડૂતો મળીને સામૂહિક રીતે સરકાર પાસેથી લૉન લઇ શકશે...
