આર્થિક પેકેજ : આજે એગ્રીકલ્ચર, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગોને લઈને કરવામાં જાહેરાત
Live TV
-
આર્થિક પેકેજ પર નાણા મંત્રીની ત્રીજી પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં મુખ્યત્વે એગ્રીકલ્ચર, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગોને લઈને જાહેરાત કરવામાં આવી.
ખેડૂતો માટે આજે વાત કરતા નાણાં મંત્રીએ કહ્યું કે, કોરોનાના સંકટ સમયમાં મોદી સરકારે ખેડૂતોની મદદ કરી છે અને લૉકડાઉનમાં પણ સરકારે ખેડૂતો માટે ઘણું કામ કર્યું છે. ખેડૂત ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોવાનું પણ નાણામંત્રીએ જણાવ્યું હતું.
લોકડાઉન દરમ્યાન ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 74,300 કરોડ રૂપિયાનો પાક ખરીદવામાં આવ્યો. ખેડૂતોને પીએમ કિસાન ફંડમાં 18,700 કરોડ રૂપિયા આપવામાં આવ્યા અને પાક વીમા યોજનામાં 6,400 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. આ સાથે 2 કરોડ ખેડૂતોને વ્યાજમાં સબ્સિડી આપવામાં આવી છે તેમ નાણાં મંત્રીએ આર્થિક પેકેજની ત્રીજી પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું.
"પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના" જેની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી, કોરોનાના કારણે તેને તાત્કાલિક લાગુ કરાઈ રહી છે જેની જાહેરાત આજે નાણાં મંત્રીએ કરી હતી.નાણામંત્રી નિર્મલા સિતારમને દરિયાઇ અને અંતરિયાળ માછીમારીના વિકાસ માટે 20,000 કરોડની 'પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના'ની જાહેરાત કરી છે. આ યોજનાથી 55 લાખ લોકોને રોજગારી મળવાની અપેક્ષા છે. વધુમાં, માછીમારોને નવી બોટ અપાશે,55 લાખ લોકોને રોજગાર મળશે। આ સાથે ભારતની નિકાસ બમણી રૂ .1 લાખ કરોડ થશે અને આગામી 5 વર્ષમાં 70 લાખ ટન વધુ મત્સ્ય ઉત્પાદન થશે.
નેશનલ એનિમલ ડિઝીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ વિષે આજે જાહેરાત કરતા નાણાં મંત્રીએ જણાવ્યું કે, 13343 કરોડની યોજનામાં 100% ગાય ભેંસો બકરીઓને રસીકરણ કરવામાં આવશે. 1.5 કરોડ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે. હજુ 53 કરોડ પશુઓનું રસીકરણ કરવાની યોજના છે.
ઔષધીઓના વાવતરને માટે 4 હજાર કરોડની ફાળવણીને લઈને નાણાં મંત્રીએ જાહેરાત કરી કે, ઔષધીઓના છોડના વાવેતર માટે 4000 કરોડ ફાળવવામાં આવશે, 10 લાખ હેકટરમાં ઔષધીઓના છોડના વાવેતર કરવાનો લક્ષ છે. ખેડૂતો માટે 5000 કરોડની આવક થઇ શકશે. ગંગા નદીની આસપાસના કોરિડોરમાં વાવેતર કરવાની યોજના થઇ રહી છે.
પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે 15000 કરોડ ખર્ચવામાં આવશે. આ ક્ષેત્રે ખાનગી રોકાણ વધે તે માટેનો લક્ષ રાખવામાં આવ્યો છે.
મધમાખી સંવર્ધન માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી 2 લાખ મધમાખી સંવર્ધકોને ફાયદો થશે. પરાગરજની હેરફેરમાં,મધ અને મીણ જેવા ઉત્પાદનોની ગુણવત્તામાં સુધારો થઇ શકશે.
ટોપ ટુ ટોટલ યોજનામાં 500 કરોડ જેમાં શાકભાજીના ઉત્પાદન માટે 400 કરોડ, જ્યારે વધુ રાહત આપતા હવે શાકભાજીના સ્ટોરેજ અને વહન માટે 50 % સબસિડી આપવાની જાહેરાત નાણાં મંત્રીએ આર્થિક પેકેજની ત્રીજી પત્રકાર પરિષદમાં જણાવી હતી.
