મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીઉદ્યોગો માટે શું? ક્લિક કરીને જાણો
Live TV
-
આત્મનિર્ભર ભારત યોજના હેઠળ નાણામંત્રીએ મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીઉદ્યોગો સંબંધિત મહત્વની યોજનાઓ અને જાહેરાત કરી...
20,000 કરોડની યોજના માછીમારો માટે :
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના પ્રમાણે 11,000 કરોડ માછીમારીની પ્રવૃતિઓ માટે અને 9,000 કરોડ માછીમારીને લગતા બજાર અને ઇન્ફ્રાસ્ટક્ચર માટે વપરાશે...આ યોજનાથી આગામી 5 વર્ષમાં 70 લાખ ટન જેટલું માછલીઓનું ઉત્પાદન વધશે...યોજનાને કારણે 55 લાખ લોકોને રોજગારી મળશે અને માછીમારો માટે પણ નવી નોકરીઓનું સર્જન થશે...તો નિકાસ વધીને 1 લાખ કરોડ રૂપિયા કરવાનું સરકારનું લક્ષ્ય છે...આ સાથે માછીમારોને નવી હોડી આપવામાં આવશે...મહત્વનું છે કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી..પરંતુ કોરોનાને કારણે તેને તાત્કાલિક લાગુ કરાઇ રહી છે...મહત્વનું છે કે મત્સ્ય પાલન માટે 11 હજાર કરોડ રૂપિયા અને 9 હજાર કરોડ રૂપિયા ઈન્ફ્રાસ્ટ્રકચર માટે આપવામાં આવશેપશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે જાહેરાત :
પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે સરકારે 15 હજાર કરોડના ફંડની ફાળવણી કરી છે...દૂધના વધુ ઉત્પાદનવાળા ક્ષેત્રોમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવાનો સરકારે લક્ષ્ય રાખ્યો છે...હર્બલ ખેતી માટે 4 હજાર કરોડની ફાળવણી :
ઔષધિઓના છોડના વાવેતર માટે સરકારે 4 હજાર કરોડના ફંડની ફાળવણીની જાહેરાત કરી છે...જેના થકી 10 લાખ હેકટરમાં ઔષધિઓના છોડનું વાવેતર કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે...ઔષધિઓના વાવેતર થકી ખેડૂતોને પાંચ હજાર કરોડની આવક થઇ શકશે...તો ગંગા નદીની આસપાસના કોરિડોરમાં વાવેતર કરવાની યોજના છે...કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, કોવિડ-19ના સંકટકાળમાં હર્બલ વનસ્પતિઓ ઘણી અસરકારક સાબિત થઇ છેમધમાખી સંવર્ધન માટે રૂ. 500 કરોડની ફાળવણી
મધમાખી સંવર્ધન અને મધમાખી પાલનના પ્રોત્સાહન માટે સરકારે 500 કરોડ રૂપિયાના ફંડની ફાળવણી કરી છે...જેનાથી 2 લાખ મધમાખી સંવર્ધકોને ફાયદો થશે...પરાગરજની હેરફેરમાં, મધ અને મીણ જેવા ઉત્પાદનોની ગુણવત્તામાં સુધારો થઇ શકશે..આ ઉપરાંત દવાઓમાં ઉપયોગમાં થતું મધ સ્વદેશમાં બને તેવા સરકારના પ્રયાસો છે..નિકાસ માટે મધુમાખી પાલન એક મોટો અવસર સાબિત થશે...આ સાથે અનોખા ફંડની ફાળવણીથી ગ્રામીણ વિસ્તારો માટે નવી તકો ઉભી થશે...નેશનલ એનિમલ ડિઝીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ :
પશુધનને બિમારીથી બચાવવા માટે સરકારે 13,343 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે...જે અતંર્ગત તમામ ગાય, ભેંસ, ઘેટાં અને બકરીઓનું રસીકરણ કરવામાં આવશે...અત્યાર સુધી 1.5 કરોડ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે...ત્યારે હજુ 53 કરોડ પશુઓનું રસીકરણ કરવાની સરકારની યોજના છે..મહત્વનું છે કે મોઢા અને પગના વિવિધ રોગોથી પીડિતા પશુઓનું ટીકાકરણ કરવામાં આવશે...ટોપ ટુ ટોટલ યોજના
ટોપ ટુ ટોટલ યોજના માટે સરકાર 500 કરોડનો પાયલોટ પ્રોજેક્ટ અમલમાં લાવશે...ઓપરેશન ગ્રીનમાં હવે ટામેટા, બટાકા, ડુંગળી ઉપરાંત તમામ શાકભાજી અને ફળનો સમાવેશ કરવામાં આવશે..TOP યોજના હેઠળ 500 કરોડમાંથી 400 કરોડ રૂપિયા શાકભાજીના ઉત્પાદન માટે ફાળવવામાં આવ્યા છે..તો વધુ રાહત આપતા હવે શાકભાજીના સ્ટોરેજ અને પરિવહન ખર્ચ ઘટે તે માટે સરકાર 50 ટકા સબસિડી આપશે..
